માત્ર મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “દેવ છે જ નહિ” તેનું હૃદય દુષ્ટતાથી ભરેલું છે. તેવા માણસો ઘૃણાને પાત્ર અને દુષ્ટ કૃત્યો કરે છે. તેઓમાં કોઇ સારા કૃત્યો કરનાર નથી.
જોકે કશું ડરવા જેવું નહિ હોય ત્યાં તેઓ અચાનક ભયભીત થઇ જશે. દેવે તે બધા દુષ્ટ લોકોને નકાર્યા છે. તેથી દેવના લોકો તેમને હરાવશે, અને દેવ તે દુષ્ટ લોકોના હાડકાઁને વિખેરી નાખશે.
સિયોનમાંથી ઇસ્રાએલનું તારણ વહેલું આવે! યહોવા પોતે પોતાના લોકોને બંધનમાંથી છોડાવશે અને તેમને પાછા તેમના વતનમાં લાવશે, અને પછી યાકૂબ ખુશ થશે, તથા ઇસ્રાએેલ આનંદિત થશે.